Categories: Dasada-Patdi

પાટડીના મુખ્ય બજારમાંથી અડચણરૂપ લારીઓ અને દબાણો દૂર કરાયા

પાટડી નગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સઘન દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી બજારના મુખ્ય માર્ગો પર શાકભાજી, ફ્રુટ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતા લારી ધારકોને કારણે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતો હતો, જેનાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો પરેશાન હતા.

નગરપાલિકાના વહીવટદાર અને ઉચ્ચ અધિકારીઓની સૂચના બાદ દબાણ શાખાની ટીમ હરકતમાં આવી હતી અને માર્ગ પર ઉભેલી લારીઓને દૂર કરી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

આ કામગીરી દરમિયાન માત્ર લારી ધારકો જ નહીં, પરંતુ દુકાનની બહાર સામાન રાખી માર્ગ રોકનાર વેપારીઓને પણ કડક સૂચના આપવામાં આવી હતી. પાટડી નગરપાલિકાના અધિકારીના જણાવ્યા અનુસાર, હાલ પ્રાથમિક તબક્કે લારીઓ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ આગામી દિવસોમાં પાકા દબાણો અને ગેરકાયદેસર બાંધકામો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

તંત્રની આ આક્રમક કામગીરીથી બજારમાં અવરજવર કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. પાલિકાની આ ઝુંબેશને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago