કચ્છ-અમદાવાદ હાઇવે પર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. બાતમીના આધારે કુડા ચોકડી નજીક વોચ ગોઠવીને પોલીસે એક શંકાસ્પદ ટ્રકને અટકાવી હતી.
તલાશી દરમિયાન ટ્રકમાંથી 9.810 કિલો સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 4,90,500 રૂપિયા આંકવામાં આવી છે. આ કેસમાં પોલીસે ભચાઉના રહેવાસી શાદાતહુશેન અકબરશા સૈયદ અને સુલેમાન ઉસ્માનભાઈ શેખને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે.
પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ 14,95,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં ભચાઉના અહેમદ ઉર્ફે પપ્પુ રજાકભાઈ લંઘા અને અન્ય એક અજાણ્યા શખ્સનું નામ ખુલતા કુલ 4 આરોપીઓ વિરુદ્ધ નાર્કોટિક્સ એક્ટ (NDPS) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
હાઇવે પર નશીલા પદાર્થોના નેટવર્કને તોડવા માટે પોલીસ હવે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…