ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં નિમણૂક કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ જવાબદારી મળતા કાર્યકરો અને વિવિધ સમાજમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ નિમણૂકને વધાવવા માટે ધ્રાંગધ્રા દરજી સમાજના અગ્રણીઓ દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા દરજી સમાજના આગેવાનોએ પૂર્વ મંત્રી આઇ.કે. જાડેજાના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લીધી હતી.
સમાજના પ્રતિનિધિઓએ તેમને પુષ્પગુચ્છ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે દરજી સમાજના પ્રમુખ કિશોરભાઈ ચૌહાણ, ટ્રસ્ટી દીપકભાઈ સેડલીયા અને રવિભાઈ વાઘેલા સહિત મોટી સંખ્યામાં સમાજના યુવાનો અને વડીલો હાજર રહ્યા હતા. ભાજપ સંગઠનમાં પૂર્વ મંત્રીના અનુભવનો લાભ લેવા માટે કરાયેલી આ વરણીને સૌએ આવકારી હતી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…