સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા 11 મહિનાના સમયગાળા દરમિયાન નિયમ વિરુદ્ધ માલસામાન વહન કરતા 1,785 ઓવરલોડ વાહનો ઝડપાયા છે. આ વાહન ચાલકો પાસેથી આરટીઓ વિભાગે કુલ રૂ. 2.41 કરોડથી વધુની માતબર રકમ દંડ પેટે વસૂલી છે, જેના કારણે નિયમ તોડનારા ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આરટીઓ અધિકારી એમ.ડી. પાનસેરીયાના જણાવ્યા અનુસાર, માર્ગોની સુરક્ષા અને અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ સઘન ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, જુલાઈ 2025 ના મહિનામાં સૌથી વધુ 205 કેસ નોંધાયા હતા, જેમાં રૂ. 28,30,500 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા વાહન ચાલકોને નિર્ધારિત ક્ષમતા કરતા વધુ વજન ન ભરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા કડક સૂચના આપવામાં આવી છે.
| મહિનો | કેસ | દંડ (રૂપિયામાં) |
| એપ્રિલ-25 | 179 | 26,42, 000 |
| મે-25 | 160 | 23,66,000 |
| જૂન-25 | 172 | 25,49,000 |
| જુલાઈ-25 | 205 | 28, 30,500 |
| ઓગસ્ટ-25 | 169 | 25,37,500 |
| સપ્ટે-25 | 170 | 24,44,000 |
| ઓક્ટો-25 | 126 | 18,67,500 |
| નવે-25 | 158 | 24,41,000 |
| ડિસે-25 | 157 | 2,69,000 |
| જાન્યુ-26 | 146 | 21,75,000 |
| ફેબ્રુ-26 | 143 | 20,39,300 |
| કુલ | 1785 | 2,41,60,800 |
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…