સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકીએ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ જાહેરનામું બહાર પાડ્યું છે.
આ નવા નિયમો મુજબ, ઉમેદવારી પત્રો ભરતી વખતે ચૂંટણી અધિકારીની કચેરીના 100 મીટરના વિસ્તારમાં માત્ર 3 વાહનોને જ પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.
વધુમાં, કચેરીની અંદર ઉમેદવાર સહિત માત્ર 5 વ્યક્તિઓ જ પ્રવેશી શકશે. આ નિયમ રાજકીય પક્ષના ઉમેદવારો તેમજ અપક્ષ ઉમેદવારો બંનેને સમાન રીતે લાગુ પડશે.
જો વધુ ટેકેદારોની હાજરી જરૂરી હોય, તો જૂના સભ્યો બહાર નીકળ્યા બાદ જ અન્ય વ્યક્તિઓ પ્રવેશ મેળવી શકશે. આ નિયંત્રણો 6 એપ્રિલ, 2026થી 11 એપ્રિલ, 2026 સુધી અમલમાં રહેશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ કડક પગલાં લેવામાં આવશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…