Subscribe for notification
Categories: Surendranagar

વઢવાણ-કોઠારીયા હાઈવે બન્યો બિસ્માર: ખાડાઓથી અકસ્માતનો ભય

સુરેન્દ્રનગરના વઢવાણથી કોઠારીયા તરફ જતો હાઈવે હાલમાં વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે. રોડ પર ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને ગેબનશા પીર સર્કલ પાસે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે અહીં અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ખાડાઓના કારણે ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈ રહ્યા છે અને મોટા વાહનોના સસ્પેન્શનને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા આ રોડને ફોરલેન બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે, તેમ છતાં વાસ્તવિક કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી. વહીવટી તંત્રની આ ઢીલી નીતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા પહેલા અથવા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉગ્ર બની છે જેથી સંભવિત જીવલેણ અકસ્માતોને અટકાવી શકાય.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago