હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે, જેની અસર રાજ્યના અનેક જિલ્લાઓમાં જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તો વાવાઝોડાએ ભારે ત્રાડવ મચાવ્યો છે.
અચાનક બદલાયેલા હવામાનને કારણે ફૂંકાયેલા અતિભારે પવનથી શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા મોટા હોર્ડિંગ્સ અને બેનરો પતંગની જેમ હવામાં ઉડી ગયા હતા. અનેક મકાનો અને સરકારી ઓફિસોના ઉપરના પતરા તેમજ પીઓપી (POP) ઉડી જવાને કારણે ભારે નુકસાન થયું છે. આ ચક્રવાતને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
જિલ્લામાં અનેક સ્થળોએ ઘટાદાર વૃક્ષો ધરાશાયી થયા છે, જેના લીધે વીજ લાઈનો તૂટી પડી છે અને સલામતીના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરવામાં આવતા અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.
આ ઉપરાંત, હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કચ્છ, મોરબી, બનાસકાંઠા સહિત 20 થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા છે, અને ઓરેન્જ તેમજ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કાપણીના સમયે આવેલા આ માવઠાને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…