અમદાવાદ સ્થિત EDII ખાતે આયોજિત “IP યાત્રા” કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લાની પરંપરાગત હસ્તકલા માટે સુવર્ણ અવસર સર્જાયો હતો. ભારત સરકારના પેટન્ટ્સ અને ડિઝાઇન્સ વિભાગના કન્ટ્રોલર જનરલ ડૉ. ઉન્નત પંડિતની વિશેષ ઉપસ્થિતિમાં ટાંગલિયા શાલના 57 કુશળ કારીગરોને ‘GI ઓથોરાઇઝ્ડ યુઝર પ્રમાણપત્ર’ એનાયત કરવામાં આવ્યા હતા.
પદ્મશ્રી લવજીભાઈ પરમારના નેતૃત્વમાં મળેલી આ આંતરરાષ્ટ્રીય માન્યતા સુરેન્દ્રનગરની વણાટ કળાને નકલખોરો સામે કાયદાકીય રક્ષણ પૂરું પાડશે.
આ કાર્યક્રમમાં માત્ર ટાંગલિયા શાલ જ નહીં, પરંતુ ‘માતા ની પછેડી’ કળાના 34 ઓથોરાઇઝ્ડ યુઝર્સને પણ સન્માનિત કરાયા હતા. ડૉ. ઉન્નત પંડિતે જણાવ્યું કે GI ટેગ એ કારીગરોના આર્થિક ઉત્થાનનું સબળ માધ્યમ છે, જે ભારતના સદીઓ જૂના વારસાને વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ સિદ્ધિથી સુરેન્દ્રનગરના વણકરો અને પથ્થર કલાકારો માટે આંતરરાષ્ટ્રીય બજારના દ્વાર ખુલશે અને તેમની સામાજિક-આર્થિક સ્થિતિમાં મોટો સુધારો આવશે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…