સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના એક આશાસ્પદ યુવાનનું મહેસાણાના દેદિયાસણ ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં કરુણ મૃત્યુ નિપજ્યું છે.
મળતી માહિતી મુજબ, પાટડીથી વિરમગામ જઈ રહેલા રાજેન્દ્રસિંહ પરમારનું એક્ટિવા અચાનક સ્લીપ થઈ જતાં આ દુર્ઘટના ઘટી હતી. આ ઘટના ફુલકી પાસે ડેડીયાસણ ગામ નજીક આવેલા ડાયવર્ઝન પાસે બની હતી, જ્યાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે યુવાનને તાત્કાલિક વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે રાજેન્દ્રસિંહ પરમારને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ ખાતે જરૂરી પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. પાટડી ખાતે યોજાયેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…