Subscribe for notification
Categories: Wadhwan

ગેસ સંકટ: વઢવાણના ખમીસણામાં આદર્શ નિવાસી શાળાઓમાં 7 દિવસથી પુરવઠો ઠપ, વિદ્યાર્થીઓ માટે લાકડાના ચૂલે રસોઈ

મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓના રસોડા સુધી પહોંચી છે. સમગ્ર ગુજરાતમાં વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે વઢવાણનામાં આવેલી આદર્શ નિવાસી શાળાઓની સ્થિતિ અત્યંત ગંભીર બની છે.

છેલ્લા 7 દિવસથી ગેસ સિલિન્ડરનો પુરવઠો ન મળતા અહીં અભ્યાસ કરતા 100થી વધુ વિદ્યાર્થીઓ માટે હવે લાકડાના ચૂલા સળગાવીને ભોજન તૈયાર કરવામાં આવી રહ્યું છે. રિયાલિટી ચેક દરમિયાન જાણવા મળ્યું કે, ઓબીસી અને મહિલા આદર્શ નિવાસી શાળામાં ગેસના બાટલા ખૂટી પડતા રસોઈયાઓ ધોમધખતા તાપમાં પરંપરાગત ચૂલા પર રાંધવા મજબૂર બન્યા છે.

રસોઈયા ભવરસિંગ મારવાડીના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી એજન્સી દ્વારા સિલિન્ડરની ફાળવણી કરવામાં આવી નથી. હોસ્ટેલના કોન્ટ્રાક્ટરો પણ ગેસ મેળવવા માટે ફાંફા મારી રહ્યા છે. વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે તે માટે તેમને ઘરે મોકલવાને બદલે હાલમાં લાકડાની ભઠ્ઠીઓ બનાવી રસોઈકામ ચલાવવામાં આવી રહ્યું છે.

માત્ર શાળાઓ જ નહીં, પણ શહેરના રેસ્ટોરન્ટો અને નાસ્તાની લારીઓ પર પણ આ ગેસ કટોકટીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ગેસ એજન્સીઓ બહાર વહેલી સવારથી લાંબી કતારો લાગે છે, છતાં પુરવઠો અપૂરતો છે. વહીવટી તંત્ર તાત્કાલિક આ શાળાઓને પ્રાથમિકતા આપી ગેસ સિલિન્ડર ફાળવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago