Subscribe for notification
Categories: Surendranagar

વઢવાણ-લખતર રોડ પર પુરવઠા વિભાગનો સપાટો: શંકાસ્પદ ચોખાના 46 કટ્ટા જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે. એસ. યાજ્ઞિકના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગે અનાજની કાળાબજારી રોકવા મોટી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પુરવઠા અધિકારી એ. જી. ગજ્જરની ટીમે વઢવાણ-લખતર રોડ પર યોગીરાજ પેટ્રોલિયમ અને ઝમર ગામ પાસે આકસ્મિક ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ લેલન પીકઅપ ગાડી (GJ03BW7406) ને અટકાવી હતી.

વાહનની તપાસ કરતા તેમાંથી કોઈપણ આધાર-પુરાવા વિનાનો અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. તપાસ દરમિયાન વાહનચાલક પાસ-પરમિટ કે બિલ રજૂ ન કરી શકતા, પુરવઠા વિભાગે 2311 કિલોગ્રામ (46 કટ્ટા) ચોખાનો જથ્થો સીઝ કર્યો હતો. આ કાર્યવાહીમાં 62,411 રૂપિયાની કિંમતના ચોખા અને 4 લાખની કિંમતનું વાહન મળી કુલ 4,62,411 રૂપિયાનો મુદ્દામાલ ‘આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ’ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ તંત્ર દ્વારા આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જઈ રહ્યો હતો તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago