Subscribe for notification
Categories: Surendranagar

પાટડીના ગેડિયા, ખેરવા અને ઝેઝરી ગામોમાં અસામાજિક તત્વોની મિલકતો પર ચાલશે બુલડોઝર

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં પોલીસ હવે ગુનેગારો સામે લાલ આંખ કરી રહી છે. તાજેતરમાં ગેડિયા, ખેરવા અને ઝેઝરી ગામોમાં PGVCL સાથે મળીને 1.32 કરોડ રૂપિયાની વીજચોરી ઝડપી પાડ્યા બાદ, જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુ ફરી એક્શન મોડમાં જોવા મળ્યા છે. તેમણે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે આ વિસ્તારના જે તત્વો દારૂ, જુગાર કે અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, તેમની તમામ સ્થાવર અને જંગમ મિલકતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે.

પોલીસ દ્વારા આ શંકાસ્પદ ઈસમોની મિલકતોના દસ્તાવેજો એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જો આ મિલકતો ગેરકાયદેસર જણાશે અથવા સરકારી જમીન પર દબાણ હશે, તો વહીવટીતંત્ર દ્વારા તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. આટલું જ નહીં, ગુનાહિત પ્રવૃત્તિઓ માટે વપરાતા વાહનોની પણ સઘન તપાસ કરવામાં આવશે. પૂરતા પુરાવા કે જરૂરી ડોક્યુમેન્ટ વગરના વાહનોને તાત્કાલિક ધોરણે જપ્ત કરી લેવામાં આવશે. પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago