Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનો અન્યાય: 18.45 કરોડના રોડના કામોમાં વઢવાણને ફાળે માત્ર 2.50 કરોડ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત નવા રોડ-રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટમાં ફરી એકવાર વઢવાણ વિસ્તાર અને મહાનગરમાં ભળેલા નવા 5 ગામો સાથે અન્યાય થયો હોવાની બૂમ ઉઠી છે. કુલ 18.45 કરોડ રૂપિયાના ખર્ચે 15 જેટલા નવા રસ્તાઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ તેમાંથી સિંહફાળો સુરેન્દ્રનગરના મુખ્ય શહેરી વિસ્તારોને ફાળવવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાની રચના વખતે વઢવાણ સહિત માળોદ, ખમીસણા, મૂળચંદ અને ખેરાળી જેવા ગામોને વિકાસની આશાએ ભેળવી દેવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારોમાં આજે પણ પીવાના પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આશ્ચર્યની વાત એ છે કે, શહેરી વિસ્તારના 11 વોર્ડ માટે 16.95 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવાઈ છે, જ્યારે તેની સામે વઢવાણ અને તેની સાથે ભળેલા ગ્રામીણ વિસ્તારો પાછળ માત્ર 2.50 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવાનું આયોજન કરાયું છે.

ગામડાઓના વિકાસ માટે આશાસ્પદ રહેલા નાગરિકો હવે નિરાશા અનુભવી રહ્યા છે, કારણ કે નવી મંજૂરીમાં એક પણ ગ્રામીણ વિસ્તારમાં નવા રોડ બનાવવાનું આયોજન નથી. પાલિકાના અધિકારીઓ વઢવાણ પ્રત્યે રાગદ્વેષ રાખી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. મનપાના 13 વોર્ડમાં જે રકમની ફાળવણી થઈ છે, તેમાં વોર્ડ નંબર 08 અને 09 જેવા વિસ્તારોને 2.00 કરોડ સુધીની ગ્રાન્ટ મળી છે, જ્યારે વઢવાણ અને નવનિયુક્ત ગામોને અવગણવામાં આવ્યા છે. આ આર્થિક અસમાનતાને લીધે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.  આ બજેટ અને ટેન્ડર પ્રક્રિયામાં વઢવાણના વિકાસને રુંધવામાં આવતો હોવાના આક્ષેપ સાથે હવે ઉગ્ર રજૂઆતો થઈ રહી છે.

વોર્ડ વાઇઝ ફાળવવામાં આવેલી રકમની વિગત:

વોર્ડ નંબર   કુલ રકમ (કરોડમાં) 01            1.75 02            1.22 03            1.85 04            1.35 05            1.30 06            1.66 07            0.90 08            2.00 09            2.00 10            1.50 11            0.42 12            1.00 13            1.50

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago