Surendranagar

સુરેન્દ્રનગરમાં વઢવાણ અને B-ડિવિઝનમાં યોજાયો ‘અરજી મેળો’, પીડિતોને ન્યાયની ખાતરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે જિલ્લા પોલીસ દ્વારા પ્રથમ વખત ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લાના 10 પોલીસ સ્ટેશનમાં આ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેના પ્રથમ દિવસે વઢવાણ અને સીટી બી-ડિવિઝન પોલીસ મથક ખાતે અરજી મેળો યોજાયો હતો.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવિઝનના ASP વૈદિકા બિહાની અને પોલીસ કાફલાએ ઉપસ્થિત રહી પીડિત લોકોના પ્રશ્નો પ્રત્યક્ષ સાંભળ્યા હતા.વઢવાણ પોલીસ સ્ટેશનમાં યોજાયેલા આ મેળામાં સામાજિક પ્રશ્નો, ઘરેલું હિંસા, જમીન દબાણ, વ્યાજખોરી અને મારામારી જેવા ગંભીર મુદ્દાઓની રજૂઆતો કરવામાં આવી હતી.

ખાસ કરીને વ્યાજખોરોના પઠાણી ઉઘરાણીથી ત્રસ્ત પરિવારો મોટી સંખ્યામાં ન્યાયની આશાએ પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓએ આ તમામ રજૂઆતોની નોંધ લઈ તાત્કાલિક અને તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી. અગાઉના સમયમાં જે અરજીઓ પર કોઈ ઉકેલ આવ્યો નહોતો, તેવી જૂની અરજીઓને પણ પુનઃ જીવિત કરી પીડિતોને ન્યાય અપાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, આવેલી તમામ અરજીઓના નિકાલ માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તમામ ડિવિઝનના DYSP અધિકારીઓને સૂચના અપાઈ છે કે કોઈ પણ ભોગ બનનાર વ્યક્તિને ન્યાય માટે લાંબો સમય રાહ ન જોવી પડે. આગામી દિવસોમાં આ અરજી મેળાઓ મૂળી, લખતર, લીંબડી, સાયલા, ચોટીલા અને પાટડી સહિતના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ યોજાશે. તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ માથાભારે તત્વો જમીન પચાવી પાડતા હોય કે માનસિક ત્રાસ આપતા હોય, તો નીડર બનીને પોલીસનો સંપર્ક કરે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago