Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગરમાં 42,000 ભૂતિયા નળ કનેક્શન કાપવા પાલિકાની લાલ આંખ

સુરેન્દ્રનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા હવે ગેરકાયદેસર નળ કનેક્શન ધારકો સામે કડક કાર્યવાહીના એંધાણ મળી રહ્યા છે. શહેરમાં “નલ સે જલ” જેવી વિવિધ યોજનાઓ હેઠળ નવી પાઈપલાઈનો બિછાવવામાં આવી છે, પરંતુ તંત્રના સર્વેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે.

સુરેન્દ્રનગર સીટી વિસ્તારમાં કુલ 80,000 થી વધુ નળ કનેક્શન હોવા છતાં, માત્ર 38,000 ધારકો જ નિયમિત વેરો ભરે છે. બાકીના 42,000 થી વધુ નળધારકો નળવેરો કે પાણીનો કર ચૂકવતા નથી, જેને તંત્રએ “ભૂતિયા કનેક્શન” તરીકે ઓળખાવ્યા છે.

માર્ચ મહિનાનું એન્ડિંગ નજીક આવતા ટેક્સ વિભાગ દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવાયો છે. ટેક્સ વિભાગના અધિકારી મહોબ્બતસિંહ પરમારના જણાવ્યા મુજબ, મકાન, દુકાન અને કોમર્શિયલ સ્થળો પર નળ કનેક્શનની કાયદેસરતા તપાસવા માટે ખાસ ટીમોની રચના કરવામાં આવી છે.

જો તપાસ દરમિયાન કનેક્શન ગેરકાયદેસર જણાશે તો તેને તાત્કાલિક કાપી નાખવામાં આવશે. જોકે, તંત્રએ રાહત આપતા જણાવ્યું છે કે જે ધારકો બાકી રહેતો વેરો અને જોડાણનું બિલ સ્થળ પર ભરી દેશે, તેમને નળકપાતની કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે. વાર્ષિક માત્ર 600 રૂપિયાનો ટેક્સ હોવા છતાં લાખોની કરચોરી કરનારા તત્વો સામે હવે પાલિકાએ કડક નીતિ અપનાવી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

10 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago