Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગરની કાયાપલટ થશે: 13.59 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત, દૂધરેજ તળાવનું લોકાર્પણ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારી વધારવા માટે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે ₹13.59 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે સરકાર શહેરની કાયાપલટ કરવા કટિબદ્ધ છે, જેમાં રૂ.48 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ અને રૂ.69 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની યોજનાઓ અંતિમ તબક્કામાં છે. ખાસ કરીને રૂ.4.24 કરોડના ખર્ચે ‘અમૃત 2.0’ યોજના હેઠળ નવપલ્લિત થયેલા ઐતિહાસિક દૂધરેજ તળાવને જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

વધુમાં, રૂ.9.35 કરોડના નવા પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરાયો છે, જેમાં શહેરી પરિવહન માટે બસ સ્ટેશન (રૂ.3.69 કરોડ), અજરામર ટાવરનું આધુનિકીકરણ (રૂ.65 લાખ) અને વઢવાણમાં આધુનિક બગીચા (રૂ.1 કરોડ) જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. મનપાની વહીવટી કામગીરીને વેગ આપવા ઓફિસ બિલ્ડિંગના વિસ્તરણ માટે પણ રૂ.3.24 કરોડ ફાળવાયા છે.

આગામી સમયમાં 80 ફૂટ રોડને ‘આઈકોનિક રોડ’ તરીકે વિકસાવવાની નેમ સાથે સુરેન્દ્રનગરને આધુનિક માળખાગત સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago