સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બિલ્ડિંગ ડેવલપમેન્ટનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલનું બે માળનું બિલ્ડિંગ આગામી સમયમાં ચૂંટાનારા ૫૨ કોર્પોરેટરો અને વિવિધ સમિતિના ચેરમેનો માટે અપૂરતું હોવાથી, રૂ. ૩ કરોડના ખર્ચે વધુ બે માળ ઉમેરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
અગાઉ જ્યાં ચેરમેનો બેસતા હતા ત્યાં હવે કમિશનરની ચેમ્બર હોવાથી નવા ચૂંટાયેલા સભ્યો માટે બેઠક વ્યવસ્થાનો અભાવ છે. આ સમસ્યાના ઉકેલ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે અને બે માળના બિલ્ડિંગને ચાર માળનું બનાવવાનું આયોજન નવા બજેટમાં સામેલ કરાયું છે. જોકે, આ કામગીરી પૂર્ણ થતા અંદાજે ૧ વર્ષનો સમય લાગશે, જેથી નવી બોડીને થોડો સમય રાહ જોવી પડશે. આ આધુનિક બિલ્ડિંગમાં મેયર, ચેરમેનો અને સભ્યો માટે અદ્યતન ઓફિસ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ભારત હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા જાહેર કરાયેલા તાજેતરના અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો…
સુરેન્દ્રનગર શહેરની ભોગાવો નદીમાં રતનપર પાસે ગૌવંશના અવશેષો મળી આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી…
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે ધ્રાંગધ્રા-અમદાવાદ નેશનલ હાઈવે પર સફળતાપૂર્વક દરોડો પાડીને વિદેશી…
સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જોરાવરનગર પોલીસે દેશી દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા હેઠળ આવતા વઢવાણ, જોરાવરનગર અને કૃષ્ણનગરના સ્મશાન ગૃહોમાં ફરજ બજાવતા 16 જેટલા કર્મચારીઓ…
સુરેન્દ્રનગર શહેરના હાઉસિંગ બોર્ડ સોસાયટી વિસ્તારમાં ઈલેક્ટ્રિક TC (ટ્રાન્સફોર્મર) માં આગ લાગવાની ઘટના સામે આવી…