સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ અત્યંત શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ માહોલમાં યોજાઈ રહી છે. તાજેતરમાં લેવાયેલ પરીક્ષાઓમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પેપરોમાં કુલ 20 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા છે.
વિગતવાર જોઈએ તો, વિજ્ઞાન પ્રવાહમાં સંસ્કૃત વિષય માટે કુલ 745 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 742 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 03 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાતા શિક્ષણ વિભાગ દ્વારા તેની નોંધ લેવામાં આવી છે.
બીજી તરફ, સામાન્ય પ્રવાહમાં એસ.પી.સી.સી. (SPCC) વિષયનું પેપર યોજવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે જિલ્લામાંથી કુલ 3,779 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, પરંતુ પરીક્ષા સમયે 3,762 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 17 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. રાહતની વાત એ છે કે સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ કોપી કેસ કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા અને ચુસ્ત નિરીક્ષણ હેઠળ પરીક્ષાની પારદર્શિતા જાળવી રાખવામાં આવી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…