નવી પેનલો મળશે કે કેમ તે અંગે હજુ અનિશ્ચિતતા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત રહેવાની ભીતિ મીઠાના નુકસાન મુદ્દે સરકારનું મૌન કચ્છના નાના રણમાં ૧૯મી માર્ચે ત્રાટકેલા વાવાઝોડાએ અગરિયાઓના જીવનમાં જે વંટોળ સર્જ્યો હતો, તેના નુકસાનની વિગતો મેળવવા સરકાર પ્રથમવખત સત્તાવાર સર્વે હાથ ધરવા જઈ રહી છે. જોકે, સરકાર દ્વારા સબસિડીવાળી ૧૪૦૦ પેનલનો જ થશે સર્વે હાથ ધરાશે. જેના કારણે અન્ય ૧૧૦૦ અગરિયાઓ સહાયથી વંચિત રહેવાની ભીતિ સેવાઇ રહી છે. તેમજ મીઠાના નુકસાન મુદ્દે સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં ત્રાટકેલા મીની વાવાઝોડા અને ભારે પવનને કારણે રણકાંઠાના અગરિયાઓને વ્યાપક આથક ફટકો પડયો છે. ખાસ કરીને રણમાં મીઠું પકવવા માટે ઉપયોગમાં લેવાતી સોલાર પેનલો અને શ્રમિકોના ઝૂંપડાઓને ભારે નુકસાન થયું છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારની રજૂઆત બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા માત્ર સોલાર પેનલોના નુકસાનનો સર્વે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, જે અગરિયાઓને સરકારની સબસિડી હેઠળ સોલાર પેનલો ફાળવવામાં આવી હતી, તેવા અંદાજે ૧૪૦૦ અગરિયાઓના યુનિટોની જ તપાસ કરવામાં આવશે. આ સર્વે રિપોર્ટ તૈયાર કરી સરકારમાં રજૂ કરાશે અને ત્યારબાદ જ નવી પેનલો આપવી કે મરામત કરવી તે અંગે નિર્ણય લેવાશે. જોકે, આશ્ચર્યની વાત એ છે કે રણમાં કુલ ૨૫૦૦થી વધુ અગરિયાઓ કાર્યરત છે, જેમાંથી ૧૧૦૦ જેટલા અગરિયાઓ કે જેમણે પોતાની રીતે વ્યવસ્થા કરી છે, તેમના નુકસાનનો કોઈ સર્વે કરવામાં આવશે નહીં.
બીજી તરફ, વાવાઝોડા અને વરસાદને કારણે અગરિયાઓના પાટામાં માટી ભળી જતાં મીઠાની ગુણવત્તા બગડી છે અને લાખોનું મીઠું ધોવાઈ ગયું છે, પરંતુ તંત્ર દ્વારા મીઠાના નુકસાન અંગે કોઈ સર્વેની તજવીજ હાથ ધરવામાં આવી નથી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના બે અધિકારીઓની ટીમ બનાવીને કામગીરી શરૃ કરવાની વાત વહેતી થતા અગરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. અગરિયાઓનું માનવું છે કે આ સર્વે માત્ર કાગળ પરની કાર્યવાહી ન બની રહે અને ખરેખર નુકસાનનું વળતર મળે તે જરૃરી છે.
માવઠાથી ૫ લાખ ટન ઉત્પાદન ઘટવાની ભીતિ રણમાં જ્યારે મીઠું પકવવા માટે પ્રખર તડકાની જરૃર છે, ત્યારે જ ત્રાટકેલા વાવાઝોડા અને માવઠાએ અગરિયાઓની મહેનત પર પાણી ફેરવ્યું છે. ભારે પવનને કારણે તૈયાર મીઠાના પાટામાં માટી ભળી જતાં મીઠું કાળું પડી ગયું છે, જેનાથી તેની ગુણવત્તા બગડી છે. આ વર્ષે ઉત્પાદનમાં અંદાજે ૫ લાખ ટનનો ઘટાડો થવાની શક્યતા છે. આથક પાયમાલીના આરે ઉભેલા અગરિયાઓએ હવે સરકાર પાસે તાત્કાલિક રાહત પેકેજની માંગ કરી છે.
અગરિયાઓ માટે રાહત પેકેજની માંગ ધ્રાંગધ્રા અને પાટડીના રણમાં ૪૨ ડિગ્રી તાપમાનમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા ૨૫૦૦થી વધુ અગરિયા પરિવારો પર વાવાઝોડા અને વરસાદે આફત આણી છે. તૈયાર મીઠાના પાક પર પાણી ફરી વળતા પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ સરકાર સમક્ષ નુકસાન વળતર પેકેજની માંગ કરી છે. ૧૦,૦૦૦થી વધુ લોકોના પરિવારના જીવન નિર્વાહનો પ્રશ્ન ઊભો થયો હોવાથી, સહાયની રકમ સીધી અગરિયાઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે તેવી તેમણે આગ્રહભરી રજૂઆત કરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…