લખતર તાલુકાના તલસાણા ગામેથી ગત 27 જાન્યુઆરી 2026 ના રોજ એક 19 વર્ષીય મૂક-બધિર યુવતી ભેદી સંજોગોમાં ગુમ થઈ હતી. આ મામલે પરિવારે લખતર પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ટેકનિકલ સોર્સ અને સોશિયલ મીડિયાના માધ્યમથી સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન મૂક-બધિર શાળાઓ અને સંસ્થાઓનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, યુવતીએ ચોટીલા તાલુકાના ચિરોડા (ઠાંગા) ગામના શૈલેષ રૂડાભાઈ ઓતરાદી સાથે લગ્ન કરી લીધા છે. નોંધનીય છે કે, શૈલેષ અને યુવતી અગાઉ ડી.એસ. પારેખ મૂંગા-બહેરા શાળામાં સાથે અભ્યાસ કરતા હતા. લખતર પોલીસે યુવતીને તેના પતિ સાથે શોધી કાઢી હતી અને કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી દીકરીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…