Sayla

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

લોક પ્રશ્નોના ત્વરિત નિકાલ માટે પોલીસ તંત્ર દ્વારા સાયલામાં એક વિશેષ ‘અરજી મેળો’ યોજવામાં આવ્યો હતો. લીંબડી ડિવિઝનના DYSP વિશાલ રબારીની ઉપસ્થિતિમાં સાયલા અને ધજાળા પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું.

આ મેળામાં કુલ 11 જેટલા અરજદારોએ પોતાની પડતર સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી, જેમાં વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ગૌચર જમીન પરના દબાણો જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા.

DYSP વિશાલ રબારીએ તમામ અરજદારોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને જે-તે પોલીસ વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા. ખાસ કરીને વ્યાજખોરીના મામલે તેમણે લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ વ્યક્તિ હેરાનગતિનો ભોગ બને તો ડર્યા વગર પોલીસનો સંપર્ક કરે.

પોલીસ તંત્ર આવા ગુનેગારો સામે કડક હાથે કામ લેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ પહેલનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનું સ્થાનિક સ્તરે જ સુખદ નિરાકરણ લાવવાનો છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago