સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં ખનીજ માફિયાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સાયલા પોલીસની ટીમે વહેલી સવારે ચોરવીરા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદેસર કાર્બોસેલ ખનન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં ગેરકાયદેસર ખનન અટકાવવા માટે પોલીસ દ્વારા શરૂ કરાયેલી આ ઝુંબેશમાં સાયલા પંથકમાં આ બીજો મોટો દરોડો છે.
દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ સક્રિય કાર્બોસેલ કુવા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે 40 મેટ્રિક ટન ખનીજનો જથ્થો, એક ટ્રેક્ટર, બકેટ, લોખંડના પાઈપ અને ખનન માટે વપરાતું કમ્પ્રેશર સહિતના સાધનો કબજે કર્યા છે. પોલીસના આગમનની જાણ થતા જ ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી ખાણ ખનીજ વિભાગને પણ આ અંગે જાણ કરવા તજવીજ હાથ ધરી છે.
આ ગેરકાયદે ખનન નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે અને તેની પાછળ કયા તત્વો જવાબદાર છે, તે દિશામાં સાયલા પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપત્તિની ચોરી રોકવા માટે પોલીસ વડાની સૂચનાથી આકસ્મિક ચેકિંગનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. આ સફળ કામગીરીથી ખનીજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…