PGVCL Raid in Patdi | સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી, ખેરવા અને ગેડીયા ગામમાં વીજ ચોરી ડામવા માટે પીજીવીસીએલ અને પોલીસ વિભાગે સંયુક્તપણે ઇતિહાસની સૌથી મોટી ‘સજકલ સ્ટ્રાઈક’ કરી છે. પીજીવીસીએલની ૩૭ ટીમોએ એકસાથે ત્રાટકીને ૬૧૨ કનેક્શન તપાસ્યા હતા.
પાટડી તાલુકામાં વીજ ટીમોએ ત્રણ ગામમાં 612 કનેક્શન તપાસ્યા હતા જેમાં ઘરવપરાશના 87અને કોમશયલ 2 કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ છે. તપાસમાં ૫૬ ઘરોમાં વીજ મીટર જ નહોતા અને સીધા લંગરિયા નાખી એસી, સગડી અને ફ્રીજ જેવા ઉપકરણોનો વપરાશ થતો હતો. આ ઐતિહાસિક કાર્યવાહીમાં કુલ રૂ.1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
એસપી પ્રેમસુખ ડેલુ, ધ્રાંગધ્રા ડિવાયએસપી જે.ડી.પુરોહિત, ડિવાયએસપી, વેદિકા બિહાની, કરણ પન્ન, પીજીવીસીએલના એન.એન.અમીન સહિતની અધિકારીઓની આગેવાનીમાં આ મેગા ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરનાર અનેક શખ્સો ગામ છોડીને ભાગી છૂટયા હતા. પાટડીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ એકસાથે ફટકારવાની કાર્યવાહી થઈ છે. પીજીવીસીએલના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ વીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારની આકરી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી પ્રામાણિક ગ્રાહકોને અન્યાય ન થાય.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…