Patdi

માલવણ-પાટડી હાઈવે પર દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ‎:રૂ. 28.73 લાખની 7284 દારૂની બોટલ જપ્ત

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. માલવણ-પાટડી હાઇવે પર ફાટક પાસે આવેલી એક બંધ હોટલ નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલી આઈસર ટ્રક ઝડપી પાડી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ 7188 નંગ વિદેશી દારૂની બોટલો અને 96 નંગ બીયર ટીન જપ્ત કર્યા છે. દારૂનો આ જથ્થો આઈસર ટ્રકમાં લીલા ઘાસની આડમાં અત્યંત ચાલાકીપૂર્વક છુપાવવામાં આવ્યો હતો.

તપાસમાં જાણવા મળ્યું છે કે, આઈસર ટ્રક (નંબર RJ-04-GC-7986) પર ખોટી નંબર પ્લેટ (GJ-27-TD-2256) લગાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે ઘટનાસ્થળેથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના રહેવાસી ચાલક પોકરારામ કાનારામ જાટની ધરપકડ કરી છે.

આ જથ્થો રાજસ્થાનથી મોરબી ખાતે સપ્લાય કરવાનો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત 28.73 લાખ રૂપિયા અને આઈસર ટ્રકની કિંમત 10 લાખ રૂપિયા મળી કુલ 38.78 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે.

આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓ જેવા કે દેવારામ જાટ, મોરબીમાં જથ્થો મંગાવનાર શખ્સ અને ટ્રક માલિક વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે. જાડેજા અને તેમની ટીમે બાતમીના આધારે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. હાલમાં ફરાર આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો કામે લગાડવામાં આવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago