Dasada-Patdi

પાટડી સેવા સદનમાં વોટર કૂલર બંધ રહેતા અરજદારોને ભર ઉનાળે પીવાના પાણી માટે ફાંફા

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સેવા સદન ખાતે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ઝાલાવાડમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે દસાડા તાલુકાના 90 થી વધુ ગામોમાંથી આવતા અરજદારો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે.

સેવા સદનમાં લાખોના ખર્ચે મુકવામાં આવેલા વોટર કૂલર છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી અરજદારોને બહારથી મોંઘા ભાવે પાણીની બોટલો ખરીદવાની નોબત આવી છે.

પીવાના પાણીની સમસ્યા ઉપરાંત, કચેરીમાં બેઠક વ્યવસ્થાનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે. પૂરતી ખુરશીઓ ન હોવાને કારણે દૂર-દૂરથી આવતા સિનિયર સિટીઝન અને મહિલા અરજદારો કાળઝાળ ગરમીમાં જમીન પર બેસવા મજબૂર બન્યા છે.

વકીલો માટે પણ કોઈ અલગ બેઠક વ્યવસ્થા ઉપલબ્ધ નથી. કરોડોના ખર્ચે બનેલા આધુનિક સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું હોવાથી સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે. અરજદારોની માંગ છે કે જવાબદાર તંત્ર વહેલી તકે વોટર કૂલર રિપેર કરાવે અને પીવાના પાણી તેમજ બેઠક વ્યવસ્થા જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago