Subscribe for notification
Categories: Surendranagar

મુળીના સરલા તળાવમાં ગેરકાયદેસર ખનીજ ખનન કરનાર છ સામે લેન્ડ ગ્રેબીંગ

મુળી તાલુકાના સરલા ગામમાં સરકારી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખનીજ ખનન કરનારા માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ચોટીલા નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગત 31-5-2025ના રોજ મોડી સાંજે બાતમીના આધારે સરલા ગામના તળાવમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરતા હિટાચી મશીન, 3 ડમ્પર અને 4 મોબાઈલ ફોન મળી કુલ 2,00,50,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, સરકારી માલિકીની જમીન પર કોઈ પણ મંજૂરી વિના મોટા પાયે ખોદકામ કરી સફેદ માટીની ચોરી કરવામાં આવતી હતી. સર્વેયર દ્વારા કરવામાં આવેલી માપણી અને વાહનચાલકોની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ખનીજ ચોરી મુળીના જયપાલસિંહ કાઠીયા અને સરલાના મુકેશ જાદવ દ્વારા કરાવવામાં આવતી હતી. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો જમાવી ખનીજ સંપત્તિ લૂંટવાના આ ગંભીર કૃત્ય બદલ વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે.

મુળીના ઈન્ચાર્જ મામલતદાર વિજય છનાલાલ ચામડીયાએ આ મામલે 12મી માર્ચના રોજ મોડી સાંજે ખનીજ ગેરકાયદેસર રીત ખનન કરાવનાર (1) જયપાલસિંહ કાઠીયા (2) મુકેશ જાદવ ઉપરાંત ઝડપાયેલા વાહનોના માલીકો  (3) વિજય વાઘજીભાઈ શીહોરા, (4) કાના મામૈયાભાઈ ખાંભલા, (5) અરજણ સગરામભાઈ કલોતરા (6) કાળુ મોતીભાઈ ખાંભલાનો પણ સમાવેશ થાય છે. હાલમાં આ કેસની વધુ તપાસ એએસપી વેદીકા બહાની દ્વારા ચલાવવામાં આવી રહી છે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

4 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago