Surendranagar

ઝાલાવાડમાં 8 હજાર બાળક કુપોષિત: સૌથી વધુ વઢવાણમાં

સુરેન્દ્રનગર જિલ્લામાં કુપોષણની ગંભીર સમસ્યા સામે આવી છે, જ્યાં 8,000 જેટલા બાળકો કુપોષણથી પીડાતા હોવાનો ખુદ રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.

ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોરે વિધાનસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ જણાવ્યું કે, 31 January 2026ની સ્થિતિએ જિલ્લામાં કુલ 7,913 બાળકો કુપોષિત નોંધાયા છે.

આ આંકડાઓમાં 6,509 બાળકો ઓછા વજનવાળા અને 1,404 બાળકો અતિ ઓછા વજનવાળા શ્રેણીમાં આવે છે. ખાસ કરીને વઢવાણ તાલુકામાં સૌથી વધુ 2,000 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.

સરકાર દ્વારા આંગણવાડીઓ મારફતે ફોર્ટીફાઈડ સુપોષિત આહાર અને બાળકના જન્મના 1,000 દિવસ સુધી વિશેષ કાળજી લેવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આટલી યોજનાઓ છતાં ઝાલાવાડમાં કુપોષણનું પ્રમાણ ચિંતાજનક છે.

જોકે, મંત્રીએ દાવો કર્યો હતો કે અગાઉની સરખામણીએ કુપોષણના દરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. તેમ છતાં, ગ્રાઉન્ડ લેવલ પર હજુ પણ સેંકડો બાળકો તંદુરસ્ત આહારથી વંચિત હોવાની વાસ્તવિકતા સામે આવી છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

6 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

6 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago