સુરેન્દ્રનગર-વઢવાણ મુખ્ય રોડ પર આવેલા મિલન સિનેમા પાસે ભૂગર્ભ ડ્રેનેજની લાઈનો ઉભરાતા ગંદા પાણી વેપારીઓની દુકાનો સુધી પહોંચી ગયા છે. મહાનગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદા પાણી અને દુર્ગંધના કારણે ગ્રાહકોને દુકાનો સુધી પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે, જેનાથી વેપાર પર માઠી અસર થઈ રહી છે.
વેપારીઓએ પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ સુવિધાઓ વધવાને બદલે હાલાકી વધી છે. સેનિટેશન વિભાગને કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ ઠેરની ઠેર છે. જ્યારે પણ અધિકારીઓને રજૂઆત કરવામાં આવે ત્યારે તેઓ એકબીજા પર દોષારોપણ કરી જવાબદારીમાંથી છટકતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વેપારીઓના મતે મહાનગરપાલિકા કરતા નગરપાલિકાનો વહીવટ ઘણો સારો હતો. હાલમાં આ વિસ્તારની હોટલો અને શોરૂમ ધારકોએ તાત્કાલિક ડ્રેનેજની સફાઈ કરવા માંગ કરી છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…