સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી તનમનીયા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પ્રગતિ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ ખાસ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી વિવિધ કલા અને શક્તિઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 18 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં સરસ્વતી વંદના, લોકનૃત્ય, સામાજિક નાટક, દેશભક્તિ ગીતો અને ખાસ આકર્ષણ રૂપ ‘યોગા વિથ ડાન્સ’નો સમાવેશ થાય છે.
બાળકો દ્વારા રજૂ કરાયેલા સાહસિક પિરામિડ્સ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શિક્ષણ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 10 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું SMC સભ્યો અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં શિક્ષક સંઘના પ્રમુખ બ્રીજરાજસિંહ, મંત્રી કનુભાઈ, ગામના સરપંચ, તલાટી અવનીબેન અને CRC જૈમીનીબેન પટેલ સહિત લખતર ક્લસ્ટર-2 ના આચાર્યો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય વિસાણીયા જાગૃતિબેન જે. ના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફ મિત્રોના સહયોગથી આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…
સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…
ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…
ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…