Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લખતરની તનમનીયા પ્રાથમિક શાળામાં ‘પ્રગતિ’ વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓએ 18 કૃતિઓ રજૂ કરી

surendranagarupdate1@gmail.com 3 April 2026
lakhtar-tanmaniya-primary-school-annual-function-pragati

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલી તનમનીયા પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ‘પ્રગતિ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ખાસ અવસરે શાળાના વિદ્યાર્થીઓએ પોતાની અંદર રહેલી વિવિધ કલા અને શક્તિઓનું પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો તેમજ ગ્રામજનોના દિલ જીતી લીધા હતા.

Join Our WhatsApp Group

સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 18 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં સરસ્વતી વંદના, લોકનૃત્ય, સામાજિક નાટક, દેશભક્તિ ગીતો અને ખાસ આકર્ષણ રૂપ ‘યોગા વિથ ડાન્સ’નો સમાવેશ થાય છે.

બાળકો દ્વારા રજૂ કરાયેલા સાહસિક પિરામિડ્સ જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન શિક્ષણ અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 10 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું SMC સભ્યો અને મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી, જેમાં શિક્ષક સંઘના પ્રમુખ બ્રીજરાજસિંહ, મંત્રી કનુભાઈ, ગામના સરપંચ, તલાટી અવનીબેન અને CRC જૈમીનીબેન પટેલ સહિત લખતર ક્લસ્ટર-2 ના આચાર્યો હાજર રહ્યા હતા. શાળાના આચાર્ય વિસાણીયા જાગૃતિબેન જે. ના માર્ગદર્શન હેઠળ અને સ્ટાફ મિત્રોના સહયોગથી આ મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર: માવઠા અને ભારે પવનથી ખેતીને વ્યાપક નુકસાન, પાક વીમા યોજનાના અભાવે ખેડૂતો બેહાલ
Next: સુરેન્દ્રનગર: ચૂંટણી પૂર્વે 6 PI ને મળ્યું નવું પોસ્ટિંગ, જિલ્લા પોલીસ વડાએ અલગ-અલગ સ્ટેશનોની જવાબદારી સોંપી

Related News

Lakhtar Road Corruption

લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 28 June 2026
Lakhtar Highway Bulls Fight

લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026
LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add