Lakhtar

લખતરના ઘણાદમાં ખેડૂતોની મહાગર્જના: ઘૂડખરના ત્રાસ સામે 25 માર્ચે યોજાશે ‘મહા ખેડૂત સંમેલન’

લખતર તાલુકાના ઘણાદ ગામમાં ઘૂડખરના વધતા આતંક અને તંત્રની નિષ્ક્રિયતા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે 8 વાગ્યે ગામના ચોકમાં મોટી સંખ્યામાં ખેડૂતોની એક મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઘૂડખર દ્વારા પાકને કરવામાં આવતા ભારે નુકસાન અંગે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં વન વિભાગ કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે હવે આંદોલન સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

સોશિયલ મીડિયા પર પણ ખેડૂતોનો આક્રોશ વહેતો થયો છે. “દિવસે મહેનત, રાત્રે ઉજાગરા તોય છોકરા ભૂખ્યાં” જેવી સંવેદનશીલ પોસ્ટ્સ ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ થઈ રહી છે. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે “ઘૂડખરના આતંકથી ખેડૂતો બેહાલ છે, તો તંત્ર હજુ મૌન કેમ?”. આ નિષ્ક્રિયતા સામે લડત આપવા માટે ખેડૂતોએ આક્રમક રણનીતિ તૈયાર કરી છે.

ખેડૂત આગેવાન ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, જો તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઘૂડખરના પ્રશ્ને કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી 25 માર્ચના રોજ ઘણાદ ગામમાં જિલ્લાભરના ખેડૂતોને એકઠા કરી એક ભવ્ય ‘બિનરાજકીય મહાખેડૂત સંમેલન’ યોજવામાં આવશે.

આ સંમેલન દ્વારા સરકાર અને તંત્ર સુધી ખેડૂતોનો અવાજ પહોંચાડવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આજની બેઠકમાં આ સંમેલનના આયોજન અને જનજાગૃતિ અંગેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago