સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં આવેલા પલટાએ જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને લખતર તાલુકામાં વાવાઝોડાએ વિનાશ વેર્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુરુવારે વહેલી સવારે પ્રતિ કલાક 50 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા તેજ પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે લખતર પંથકમાં ભારે નુકસાનના અહેવાલો પ્રાપ્ત થયા છે. લખતર-અમદાવાદ હાઈવે પર આવેલી હોટલો અને રેસ્ટોરન્ટના પતરા હવામાં ઉડીને રોડ પર પડતા વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ હતી. હાઈવે પર પસાર થતા ચાલકોએ ભારે પવનના કારણે વાહનો થંભાવી દેવાની નોબત આવી હતી.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ વિશાળ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયા છે, જેના કારણે અનેક ગામોમાં અંધારપટ્ટ છવાયો છે. રહેણાંક મકાનો અને નાના ગલ્લાઓના છાપરા ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે. સદનસીબે આ કુદરતી આફતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે. લખતર શહેરમાં ઠેર-ઠેર હોર્ડિંગ્સ અને બોર્ડ જમીનદોસ્ત થયેલા જોવા મળ્યા હતા.
ખેતી ક્ષેત્રે પણ આ વાવાઝોડું આફત બનીને ત્રાટક્યું છે. ખેતરોમાં તૈયાર થયેલા ઘઉં, ચણા અને જીરા જેવા રવિ પાકો ભારે પવન અને વરસાદને કારણે આડા પડી ગયા છે. ખેડૂતોએ વ્યક્ત કરેલી ભીતિ મુજબ, તૈયાર પાક લણણીના સમયે જ બગડતા મોટું આર્થિક સંકટ ઊભું થયું છે. તંત્ર દ્વારા હાલ નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વહેલી સવારના આ મિની વાવાઝોડાએ લખતરવાસીઓમાં ફાળ ફેલાવી દીધી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…