લખતર-વિરમગામ હાઇવે પર કડુ ગામ પાસે આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બાઈક ચાલક વિરમગામથી સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યો હતો, ત્યારે આગળ જઈ રહેલા ડમ્પરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલું બાઈક ધડાકાભેર ડમ્પરના પાછળના ભાગે ઘૂસી ગયું હતું.
આ અકસ્માતમાં બાઈક ચાલકને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવાને જાણ કરતા લખતર 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ અકસ્માતને પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, જોકે બાદમાં વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…