સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અને તબીબી સેવાઓમાં આજે એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC) દ્વારા તેમના CSR ફંડ અંતર્ગત સી. યુ. શાહ મેડિકલ કોલેજ અને શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલને ₹21.70 કરોડની માતબર સહાય ફાળવવામાં આવી છે. આ અંગેના મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) દિલ્હી ખાતે સંપન્ન થયા છે. આ પ્રોજેક્ટ હેઠળ હોસ્પિટલના કેન્સર વિભાગ માટે PET SCAN અને MRI મશીન જેવા વિશ્વસ્તરીય અત્યાધુનિક સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ પ્રસંગે PFCના CMD પરમિંદર ચોપરા અને CSR કમિટીના ચેરમેન નરેશભાઈ કેલા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. નરેશભાઈ કેલાએ જણાવ્યું હતું કે, તેમનો હંમેશા પ્રયાસ રહ્યો છે કે સુરેન્દ્રનગરના લોકોને શ્રેષ્ઠ તબીબી સુવિધાઓ ઘરઆંગણે જ મળે. હવે ગંભીર બીમારીઓ અને કેન્સરના નિદાન માટે સ્થાનિક દર્દીઓને અન્ય મેટ્રો શહેરોમાં જવાની જરૂર નહીં રહે. પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈની પ્રેરણાથી આ પ્રોજેક્ટ સુરેન્દ્રનગરના તબીબી ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ (Milestone) સાબિત થશે, જે હજારો જરૂરિયાતમંદ પરિવારો માટે નવી આશાનું કિરણ લઈને આવશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…