Dasada-Patdi

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

દસાડા તાલુકાના ખારાઘોડા ગામમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) શાખાની બેદરકારીને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી બેંકનું પાસબુક પ્રિન્ટર મશીન બંધ હાલતમાં હોવાથી ખાતેદારો પોતાની એન્ટ્રી કરાવી શકતા નથી.

જ્યારે ગ્રાહકો આ અંગે રજૂઆત કરે છે, ત્યારે બેંક મેનેજર અને સ્ટાફ દ્વારા માત્ર આશ્વાસન આપીને ગલ્લાતલ્લા કરવામાં આવે છે. આ સુવિધાના અભાવે ખાસ કરીને અભણ અને શ્રમિક વર્ગના લોકોને નાણાકીય વ્યવહાર જાણવામાં મોટી મુશ્કેલી પડી રહી છે.

બેંકમાં માત્ર પ્રિન્ટર જ નહીં, પરંતુ અન્ય સેવાઓમાં પણ ભારે વિલંબ જોવા મળે છે. બાળકોના બેંક ખાતા અન્ય સ્કીમમાં તબદિલ કરવામાં મહિનાઓનો સમય લગાડવામાં આવે છે. આ ઉપરાંત, સિનિયર સિટીઝન અને અશિક્ષિત ગ્રાહકો માટે ફોર્મ ભરી આપવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી તેમને કલાકો સુધી બેસી રહેવું પડે છે. ખારાઘોડા વિસ્તારમાં મોટાભાગે મીઠાના અગરિયા અને શ્રમિકો વસવાટ કરે છે, જેમના સમય અને મજૂરીનો આ ગેરવ્યવસ્થાને કારણે ભોગ લેવાઈ રહ્યો છે. અગાઉ પણ આ શાખા સામે અનેક ફરિયાદો ઉઠી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

1 day ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

1 day ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

1 day ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

1 day ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

1 day ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

1 day ago