સુરેન્દ્રનગર જિલ્લામાં નદીઓ પરના પુલોની હાલત દયનીય બની છે, જેમાં મૂળી તાલુકાની ભોગાવો નદી પરનો પુલ હવે અત્યંત જર્જરિત થઈ ગયો છે. સરા, થાનગઢ અને વાંકાનેર તરફ જતા મુખ્ય માર્ગ પર આવેલો આ પુલ પાયામાંથી ડેમેજ થયો છે અને તેના પિલરોમાં લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે. પુલના ઉપરના ભાગેથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા હોવા છતાં, હજારો વાહનચાલકો આ જોખમી પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. હાલમાં નદી પાણીથી ભરેલી હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ ગંભીર સમસ્યા અંગે તંત્રના અધિકારીઓનું કહેવું છે કે નવા પુલના નિર્માણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર ટેન્ડર ભરી રહ્યા ન હોવાથી કામગીરી અટકી પડી છે. બીજી તરફ, આ પુલ પરથી દરરોજ એસટી બસો, ખાનગી લક્ઝરીઓ, વિદ્યાર્થીઓ ભરેલા વાહનો અને ખેડૂતોના માલવાહક ટ્રેક્ટરો પસાર થઈ રહ્યા છે. સ્થાનિક રહીશોની માંગ છે કે તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોયા વગર તાકીદે જાગે અને આ જર્જરિત પુલના નવીનીકરણનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…