સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે. 6 એપ્રિલ 2026 ના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંભવિત ઉમેદવારોએ અત્યારથી જ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરવાની કામગીરી તેજ કરી દીધી છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કચેરી ખાતે હાઉસ ટેક્સ, શૌચાલયના દાખલા અને સંતાનોની સંખ્યા દર્શાવતા પ્રમાણપત્રો કઢાવવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. 11 એપ્રિલ સુધીમાં ફોર્મ ભરવાના હોવાથી રજાના દિવસોમાં પણ તૈયારીઓ ચાલી રહી છે.
ચૂંટણી પંચના નિયમ મુજબ, ઉમેદવારી નોંધાવવા માટે કુલ 9 પ્રકારના મહત્વના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. જેમાં જાતિનું પ્રમાણપત્ર, ક્લિયર હાઉસ ટેક્સની પહોંચ, શૌચાલય હોવા અંગેનો દાખલો, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને સંતાનો અંગેનું સોગંદનામું મુખ્ય છે.
મહાનગરપાલિકામાં એક જ દિવસમાં 50 થી વધુ ઉમેદવારોએ આ દાખલાઓ માટે અરજી કરી છે. જોકે હજુ સુધી મુખ્ય પક્ષોએ ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી નથી, તેમ છતાં ટિકિટની આશા રાખતા દાવેદારોએ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવા દોડધામ શરૂ કરી દીધી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…