Cheque Bounce Case
સુરેન્દ્રનગરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં મોટો ચુકાદો આપતા આરોપીને 01 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.
આ કેસની વિગત મુજબ, જોરાવરનગરના રહેવાસી હાર્દિકભાઈ છગનભાઈ પરમારે વર્ષ 2023 માં શાંતા શોપ ઇન્ડસ્ટ્રીઝના હાર્દિક જીતેન્દ્રકુમાર વોરાને મિત્રતાના દાવે ધંધા માટે રૂ. 3.30 લાખ હાથ ઉછીના આપ્યા હતા.
આ રકમ પેટે આપવામાં આવેલો ચેક વર્ષ 2024 માં બેંકમાં જમા કરાવતા ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે બાઉન્સ થયો હતો.
ફરિયાદીએ વકીલ મારફતે નોટિસ પાઠવવા છતાં રકમ પરત ન મળતા જૂન 2024 માં કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન રજૂ કરવામાં આવેલા દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખીને કોર્ટે હાર્દિક જીતેન્દ્રકુમાર વોરાને દોષિત જાહેર કર્યા છે.
સજાની સાથે કોર્ટે એવો પણ હુકમ કર્યો છે કે આરોપીએ ફરિયાદીને વળતર પેટે રૂ. 3.30 લાખની રકમ પણ ચૂકવવાની રહેશે. ચેક રિટર્ન કેસમાં કોર્ટના આ કડક વલણથી લેણદારોમાં ન્યાયની આશા જાગી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…