Thangadh

થાનના જામવાડીમાં દીપડાએ ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ફફડાટ

થાન તાલુકામાં છેલ્લા 1 મહિનાથી દીપડાનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થાનના જામવાડી ગામની સીમમાં દીપડાએ વધુ એક પશુનું મારણ કરતા પશુપાલકોની ચિંતામાં વધારો થયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પશુપાલક જયેશભાઈ મફાભાઈ અલગોતરની ગાય પર દીપડાએ હુમલો કરી તેનું મારણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસથી થાનના સોનગઢ ગામની સીમમાં પણ દીપડાએ કહેર મચાવ્યો છે.

અત્યાર સુધીમાં અંદાજે 08 થી વધુ પશુઓ દીપડાનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ વન વિભાગ દ્વારા અવાલિયા ઠાકરની જગ્યા પાસેથી એક ઘાયલ દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, પરંતુ જામવાડીમાં થયેલા નવા હુમલાએ સાબિત કર્યું છે કે હજુ પણ અન્ય દીપડાઓ આ વિસ્તારમાં સક્રિય છે. વન્ય પ્રાણીઓના સતત હુમલાથી પશુપાલકોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે.

સ્થાનિક ગ્રામજનો અને પશુપાલકોએ આ અંગે વન વિભાગની ટીમને જાણ કરી છે. લોકોની મુખ્ય માંગ છે કે વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરું મૂકીને આ નરભક્ષી દીપડાને પકડવામાં આવે. આ ઉપરાંત, જે પશુપાલકોના પશુઓનું મારણ થયું છે તેમને સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. ખેતરોમાં કામ કરતા મજૂરો અને પશુ ચરાવવા જતા ગોવાળોમાં અત્યારે જીવનું જોખમ હોવાથી તંત્ર વહેલી તકે પગલાં ભરે તે જરૂરી છે.

user 2

Recent Posts

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

વઢવાણ તાલુકાના કોઠારીયા ગામ ખાતે પૂજ્ય વજાભગતની 11મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું…

2 days ago

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના ચુસ્ત પાલન માટે આરટીઓ (RTO) તંત્ર દ્વારા આક્રમક…

2 days ago

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા…

2 days ago

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

સુરેન્દ્રનગર જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 ને અનુલક્ષીને મહત્વનું જાહેરનામું…

2 days ago

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

ગુજરાત રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની પ્રદેશ ભાજપની મહત્વની સંકલન સમિતિ (કોર કમિટી) માં…

2 days ago

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

ભાજપ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી નગરપાલિકામાં સત્તા મેળવશે પાલિકાઓમાં 30 ટકાથી વધુ જૂના કોર્પોરેટરોને ટિકિટ…

2 days ago