સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં ધજાળા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે. સાંગોઇ ગામની સીમમાં આવેલી એક વાડીમાં પોલીસે દરોડો પાડીને રૂ.42,01,266 ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.
બુટલેગરોએ પોલીસની નજરથી બચવા માટે વાડીમાં જમીનની અંદર એક વિશાળ ગુપ્ત ભોંયરું બનાવ્યું હતું, જેમાં દારૂનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. જોકે, સચોટ બાતમીના આધારે પોલીસે આ અનોખી તરકીબનો પર્દાફાશ કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.
ધજાળા પોલીસ મથકના PSI S. P. Zala અને તેમની ટીમે હાથ ધરેલી આ કાર્યવાહીમાં કુલ 13,950 નંગ દારૂની બોટલો અને ક્વાર્ટર જપ્ત કરવામાં આવ્યા છે. વિગતો મુજબ, 750 ml ની 1,704 વિદેશી દારૂની બોટલો (કિંમત રૂ.22,15,200) અને 12,246 વિદેશી દારૂના ક્વાર્ટર એટલે કે ચપલા (કિંમત રૂ.19,86,066) કબજે કરવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી રામકુભાઈ ઉર્ફે લાલો શાંતુભાઈ તકમરિયા પોલીસને હાથ લાગ્યો ન હતો, આથી તેને વોન્ટેડ જાહેર કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસના સતર્ક પેટ્રોલિંગ અને બાતમીદારોના નેટવર્કને કારણે લાખોનો નશીલો પદાર્થ બજારમાં પહોંચે તે પહેલાં જ પકડી પાડવામાં મોટી સફળતા મળી છે. હાલમાં પોલીસે સમગ્ર મુદ્દામાલ કબજે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. સાયલા પંથકમાં આ મેગા ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…