સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા સિરામિક ઉદ્યોગના હબ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને ગેસ કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા નવા જટિલ સ્લેબના વિરોધમાં ઉદ્યોગકારોએ આગામી 1 મે સુધી કારખાનાઓ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.
આ હડતાળના કારણે થાનગઢના 250 થી વધુ એકમોને તાળા લાગી ગયા છે અને અંદાજે 40,000 થી વધુ શ્રમિકો બેરોજગાર થઈ વતન પરત ફર્યા છે. ગેસના નવા સ્લેબ મુજબ, 50% વપરાશ માટે 53 રૂપિયા, 30% માટે 75 રૂપિયા અને 20% માટે 85 રૂપિયાનો દર નક્કી કરાયો છે.
જોકે, ઉદ્યોગકારોનું કહેવું છે કે આ સ્લેબ સિસ્ટમ અને અન્ય ચાર્જ ઉમેરાતા ઉત્પાદન ખર્ચ (Costing) ખૂબ જ વધી જાય છે, જે આજના સ્પર્ધાત્મક યુગમાં પરવડે તેમ નથી. વધુમાં, મિડલ ઈસ્ટના દેશો વચ્ચેના તણાવને કારણે વિદેશી વેપાર પર પણ માઠી અસર પડી છે.
પાંચાલ સિરામિક ઉદ્યોગ એસોસિએશન વિકાસ ટ્રસ્ટ દ્વારા ગુજરાત ગેસ કંપનીને રજૂઆત કરવામાં આવી છે કે નવા સ્લેબનો અમલ 09 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવે. ઉદ્યોગકારોના મતે, છેલ્લા 15 દિવસથી ફેક્ટરીઓ બંધ હોવાથી મોટાભાગના મજૂરો પરપ્રાંતમાં જઈ ચુક્યા છે, જેના કારણે ઉત્પાદન તાત્કાલિક શરૂ કરવું અશક્ય છે. ટનલ ભઠ્ઠી શરૂ કરવા માટે પણ 3 થી 4 દિવસનો સમય લાગે છે. આ ગૂંચવણભરી પરિસ્થિતિને ઉકેલવા અને જૂની કોન્ટીટીને ધ્યાને લેવાની માંગ સાથે ઉદ્યોગકારોએ 1 મે સુધી સ્વૈચ્છિક વેકેશન જાહેર કર્યું છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…