Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને 12 દિવસમાં બીજીવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

૧૨ દિવસમાં બીજી વખત ઈ-મેઈલ મળતા કલાકો સુધી કામગીરી ઠપ્પ સુરેન્દ્રનગર પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ફરી ધમકી એસઓજી, ડોગ સ્ક્વોડ અને પોલીસના સર્ચ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રે લીધો રાહતનો શ્વાસઃ અરજદારો પરેશાન સુરેન્દ્રનગર, તા. ૧૦ સુરેન્દ્રનગરના અજરામર ટાવર ચોક વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. આજે બપોરના સમયે અજાણ્યા શખ્સ દ્વારા ઈ-મેઈલ મારફતે આ ધમકી આપવામાં આવતા ફરજ પરના ૮૦થી વધુ કર્મચારીઓ અને ઓફિસમાં આવેલા સેંકડો અરજદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ 27 ફેબ્રુઆરીના રોજ પણ આ જ પ્રકારે ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો હતો. આ ઘટનાના માત્ર 12 દિવસમાં બીજી વખત મળેલી ધમકીને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું. સુરક્ષાના ભાગરૃપે તાત્કાલિક આખી બિલ્ડીંગ ખાલી કરાવવામાં આવી હતી.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી., ડોગ સ્ક્વોડ અને સિટી પોલીસની ટીમોએ કલાકો સુધી ખૂણેખૂણાની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં આ ઈ-મેઈલ માત્ર ભય ફેલાવવા માટે કરવામાં આવ્યો હોવાનું અને તે ‘ફોરવર્ડ’ કરેલો હોવાનું બહાર આવ્યું છે. તપાસના અંતે કોઈ વિસ્ફોટક પદાર્થ ન મળતા એક કલાક બાદ કામગીરી ફરી શરૃ કરાઈ હતી. પોસ્ટ ઓફિસમાં કામ અર્થે આવેલા ગ્રાહક ઘનશ્યામભાઈ પરમારે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, ‘વારંવાર મળતી આવી ધમકીઓને કારણે સામાન્ય નાગરિકો અને ખાસ કરીને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે. કલાકો સુધી તડકામાં બહાર લાઈનમાં ઉભા રહેવું પડે છે અને આથક વ્યવહારો અટકી જાય છે.’ ગ્રાહકોએ માંગ કરી છે કે પોલીસ માત્ર તપાસ કરીને સંતોષ ન માને, પરંતુ આવા ખોટા ઈ-મેઈલ કરી અરાજકતા ફેલાવનારા તત્વોને શોધી કાઢી તેમની સામે દાખલારૃપ કડક કાર્યવાહી કરે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

5 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

10 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

11 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

11 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

11 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

11 hours ago