Dhrangadhra

ધ્રાંગધ્રા: લૂંટ અને ફાયરિંગના ગુનામાં નાસતા ફરતા 2 રીઢા આરોપી ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં 3 મહિના અગાઉ થયેલી લૂંટના ગુનામાં સંડોવાયેલા બે વોન્ટેડ આરોપીઓને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

ધ્રાંગધ્રા સિટી પોલીસની ટીમે ફૂલગાલી વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનની છત પરથી ફિલ્મી ઢબે દરોડો પાડી બંને શખ્સોને દબોચી લીધા હતા. આ બંને આરોપીઓ છેલ્લા 90 દિવસથી પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા હતા.

પોલીસ કોન્સ્ટેબલ સરફરાજભાઈ માલિકને મળેલી ચોક્કસ બાતમીના આધારે પીઆઇ એમ.યુ.મશી અને તેમની ટીમે ફૂલગાલીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં હાજીભાઈ સંધિ અને સકલીનભાઈ ઉર્ફે કાલી બેલીમ (બંને રહે. ધ્રાંગધ્રા) નામના શખ્સો ઝડપાયા છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ બંને આરોપીઓ માત્ર ધ્રાંગધ્રાની લૂંટમાં જ નહીં, પરંતુ મોરબી જિલ્લાના હળવદ ખાતે થયેલા ફાયરિંગના ગુનામાં પણ વોન્ટેડ હતા.

ધ્રાંગધ્રા પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીએસઆઇ એ.એમ. ચુડાસમા સહિત સર્વેલન્સ સ્ટાફના જવાનો જોડાયા હતા.

લાંબા સમયથી નાસતા ફરતા આ રીઢા ગુનેગારો ઝડપાતા સ્થાનિક વેપારીઓ અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે પોલીસ આ શખ્સો દ્વારા અન્ય કોઈ ગુના આચરવામાં આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago