સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો વધતાની સાથે જ લીંબુના ભાવમાં વર્ષનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. દસ દિવસ પહેલા રૂ.૭0 પ્રતિ કિલોએ મળતા લીંબુનો ભાવ પ્રથમ વખત પ્રતિ કિલો રૂ.200 સુધી પહોંચી ગયો છે, એટલે કે એક મણ લીંબુના ભાવ રૂ.4,000એ પહોંચ્યા છે.
હાલમાં આકરો તડકો અને હીટવેવની સ્થિતિ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા લીંબુ શરબત અને પ્રવાહી લેવાની અપીલ કરવામાં આવે છે, પરંતુ આસમાને પહોંચેલા ભાવને કારણે સામાન્ય માણસ માટે લીંબુ ખરીદવા હવે મોંઘા સાબિત થઈ રહ્યા છે.
સ્થાનિક સ્તરે લીંબુની આવક નહિવત હોવાથી માર્કેટિંગ યાર્ડમાં બહારથી લીંબુ મંગાવવા પડી રહ્યા છે, જે ભાવવધારાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. એક તરફ ઘરેલુ ગેસના વધતા ભાવ અને બીજી તરફ ખાણીપીણીની ચીજવસ્તુઓમાં મોંઘવારીનો માર સહન કરી રહેલા શહેરીજનો માટે લીંબુ જેવી પ્રાથમિક જરૂરિયાત પણ હવે લક્ઝરી બની ગઈ છે. ખાસ કરીને રમઝાન માસ દરમિયાન લીંબુની વધુ જરૂરિયાત રહેતી હોય છે, ત્યારે મોંઘા ભાવે ખરીદી કરવા સિવાય લોકો પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…