Subscribe for notification
Categories: Surendranagar

સુરેન્દ્રનગર: જીઆઈડીસી બ્રિજનું કામ એક વર્ષથી અધૂરું, ડાયવર્ઝનના અભાવે એમ્બ્યુલન્સ અને શ્રમિકો હેરાન

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીઆઈડીસી અને વઢવાણને જોડતા બેઠેલા પુલના નવનિર્માણની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ તેની અત્યંત ધીમી ગતિને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

દર વર્ષે ચોમાસામાં ભોગાવો નદીમાં પાણી આવતા આ પુલ ડૂબી જતો હોવાથી તેને ઊંચો બનાવવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ લાંબા સમયથી કામ અધૂરું હોવાથી હજારો કામદારો અને વિદ્યાર્થીઓને વઢવાણ ધોળીપોળ થઈને લાંબો ધક્કો ખાવો પડે છે.

સૌથી ગંભીર બાબત એ છે કે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું નથી. નજીકમાં સરકારી હોસ્પિટલ હોવા છતાં એમ્બ્યુલન્સને 3 કિલોમીટર ફરીને આવવું પડે છે, જેના કારણે ઈમરજન્સી સમયે દર્દીઓના જીવ જોખમાય છે.

ચર્ચા મુજબ, એજન્સીને સમયસર બિલોની ચુકવણી ન થતી હોવાથી કામ લટકી પડ્યું છે. સ્થાનિકોની માંગ છે કે આગામી ચોમાસા પહેલા આ પુલનું કામ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે જેથી જીઆઈડીસીના શ્રમિકો અને સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.

user 2

Recent Posts

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…

3 hours ago

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…

9 hours ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…

9 hours ago

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…

9 hours ago

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…

9 hours ago

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…

9 hours ago