સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત થાન પોલીસ મથકના ગંભીર ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે પોક્સો અને અપહરણના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડવાની સાથે હેબિયર્સ કોર્પ્સની ભોગ બનનાર સગીરાને પણ સુરક્ષિત રીતે શોધી કાઢી છે.
મળતી વિગતો અનુસાર, થાન પોલીસ મથકમાં નોંધાયેલી અપહરણ અને પોક્સોની ફરિયાદના આધારે SOGની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીને આધારે પોલીસે 26 વર્ષીય આરોપી વિપુલભાઈ બીજલભાઈ સરવૈયાને દબોચી લીધો હતો. તેની સાથે ગુમ થયેલી સગીરા પણ મળી આવતા પોલીસે બંનેનો કબજો મેળવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ બાદ SOG પોલીસે આરોપી અને સગીરાને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે થાન પોલીસ મથકે સોંપ્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…