સુરેન્દ્રનગર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણતા તરફ આગળ વધી રહી છે. તા.13 માર્ચના રોજ યોજાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની ભૂગોળની પરીક્ષામાં જિલ્લાના વિવિધ કેન્દ્રો પરથી કુલ 5870 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ઉલ્લેખનીય છે કે, આ વિષય માટે કુલ 5953 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી 83 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા દરમિયાન સમગ્ર જિલ્લામાં ક્યાંય પણ ચોરી કે ગેરરીતિનો એક પણ કેસ નોંધાયો નથી.
બીજી તરફ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હિન્દી વિષયની પરીક્ષામાં રસપ્રદ આંકડા સામે આવ્યા છે. જિલ્લામાં હિન્દી વિષય માટે કુલ 3 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 2 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 1 વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો. આમ, માત્ર 2 વિદ્યાર્થીઓ માટે તંત્ર દ્વારા પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તમામ પરીક્ષાઓ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર સુચારુ રીતે સંપન્ન થઈ છે.
જ્યારે ધો. 10માં ગુજરાતી વિષયના પેપરમાં 760 વિદ્યાર્થી હાજર અને ચાર વિદ્યાર્થી ગેરહાજર રહ્યાં હતા.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…