સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે પેટ્રોલિંગ દરમિયાન માલવણ ટોલ પ્લાઝાથી સેડલા ગામ તરફ જવાના રસ્તા પરથી એક વૃદ્ધને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ વ્યક્તિ હથિયાર સાથે પસાર થઈ રહ્યો છે, જેના આધારે ચેકિંગ હાથ ધરતા હનીફખાન મુરીદખાન મલેક (રહે. સેડલા) પાસેથી દેશી હાથ બનાવટનો લોખંડનો સિંગલ બેરલ તમંચો મળી આવ્યો હતો.
પોલીસે 5000ની કિંમતનો આ તમંચો જપ્ત કરી આરોપી વિરુદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો પકડવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું અને તેની પાછળ અન્ય કોઈ નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ, તે દિશામાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…