સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં જી.યુ.વી.એન.એલ (GUVNL) અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત રીતે વીજ ચોરીના દૂષણને ડામવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
સાયલા તાલુકાના નોલી અને લાખાવડ ગામમાં વહેલી સવારથી શરૂ થયેલી આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર એસપી, ડીવાયએસપી અને પીઆઈ સહિત 118 ટીમો અને 200 જેટલા પોલીસ જવાનોનો કાફલો જોડાયો હતો. તંત્રની આ આક્રમક કામગીરીથી વીજ ચોરી કરતા લુખ્ખા તત્વો અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
તંત્ર દ્વારા આ મેગા ડ્રાઈવ દરમિયાન કુલ 700 જેટલા ઘરોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 147 ઘરોમાં સીધી રીતે વીજ ગેરરીતિ અને ચોરી ઝડપાઈ હતી. વીજ કંપની દ્વારા આ તમામ ગેરકાયદેસર કનેક્શનો તાત્કાલિક અસરથી કાપી નાખવામાં આવ્યા છે અને મીટરો પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
આ કામગીરીના અંતે વીજ ચોરોને કુલ ₹1.30 કરોડનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ડ્રાઈવને કારણે સાયલા તાલુકામાં વીજ લોસ ઘટવાની શક્યતા છે.
બીજી તરફ, ચેકિંગ દરમિયાન નોલી ગામમાં એક વિવાદ પણ સામે આવ્યો હતો. કેટલાક સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે બંધ મકાનોના તાળા તોડી વીજ ચેકિંગ કર્યું અને તે દરમિયાન રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મામલો ધજાળા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જોકે, જિલ્લા પોલીસ અધિક્ષકે આ તમામ આક્ષેપોને સદંતર નકારી કાઢ્યા છે.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પોલીસ અને પીજીવીસીએલ (PGVCL) પારદર્શી રીતે કામ કરી રહી છે. વીજ ચોરી કરતા તત્વોને આ કામગીરી ગમતી નથી, તેથી તપાસને ભટકાવવા માટે આવા પાયાવિહોણા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…