સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો યથાવત છે, ત્યારે અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર લીંબડી નજીક વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે.
કચ્છ જિલ્લાના આદિપુર ગામના વત્ની અશોકભાઈ ક્રિપાલદાસ ચોટાઈ (ઉ.વ.70) લીંબડી પાસેની એક ખાનગી હોટલની બહાર ઉભા હતા, તે દરમિયાન એક ખાનગી બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનું ટાયર વૃદ્ધના શરીર પર ફરી વળ્યું હતું.
ગંભીર રીતે ઈજાગ્રસ્ત અશોકભાઈને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે. લીંબડી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…